BHARUCHVAGRA

Bharuch : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ દ્વારા વડીલોની જાળવણી કરતા પુત્ર-પુત્રીનું સન્માન કરાયું

રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

ભરૂચ આંબેડકર ભવન ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ દ્વારા વડીલોની જાળવણી કરતા પુત્ર-પુત્રીઓનું શાલઓઢાડી સન્માન કરી તમામ સમાજમાં પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સનાતન સંસ્કૃતિમાં માતા પિતાને દેવસ્વરૂપ માનવામાં આવ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં વડીલોની જાળવણી કરવામાં દીકરા-દીકરીઓમાં અણગમો જોવા મળી રહ્યો છે.ત્યારે વર્તમાન સમયમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ શહેર એકમેં સમાજમાં પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ભરૂચ સમસ્ત બ્રહ્મસમાજ, ભરૂચ શહેર એકમના ઉપક્રમે 75 વર્ષ કે તેથી વધુ ઉંમર નાં વૃદ્ધ માતા પિતા ને સાથે રાખી સારસંભાળ કરનારા પુત્ર, પુત્રી, વહુ ના સન્માન નો તેમજ બ્રહ્મ સમાજ અને ભરૂચ જિલ્લા નું ગૌરવ એવા પ્રતિભાશાળી, વિવિધ ક્ષેત્રે વ્યક્તિત્વ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર હરીશભાઈ જોષી નાં સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ ગીરીશભાઈ શુક્લ, એમ કે કોલેજ ના આચાર્ય વિજયભાઈ જોષી, GNFC હોસ્પિટલ નાં હેડ ઓફ મેડિકલ ડિપાર્ટમેન્ટ ડો. શુષ્માબેન પટેલ, નારાયણ વિદ્યાલય નાં આચાર્ય મહેશભાઈ ઠાકર, વિશ્વ હિન્દુ પરિષદ નાં દક્ષિણ ગુજરાત ના પ્રાંત મંત્રી અજયભાઈ વ્યાસ, ઉન્નતિ વિદ્યાલય નાં હિતેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રવણ વિદ્યાલયના સુનિલભાઇ ઉપાધ્યાય, ભરૂચ ડી.બેંક નાં સીઈઓ રજનીકાંત રાવલ, શહેર એકમ પ્રમુખ હેમંત શુક્લા, રાજુ ભટ્ટ, સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહી બ્રહ્મ સમાજ ના સંગઠનનો પરિચય કરાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button