
નર્મદા મૈયાને ગંદકી તથા પ્લાસ્ટિકથી મુક્ત રાખી સ્વચ્છ અને સુંદર રહે તે માટે લોકોમાં જાગૃતિ માટેનું આયોજન કરાઇ રહ્યું છે. 3 ડિસેમ્બરના રોજ યોજાનારરેવામેરેથો નમાં હજારો લોકો માટે 21,10,5 અને 3 કિ મીમેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જુના ને.હાઇવે 8 ઉપર, નર્મદાના તટથી નજીક શાંત અને સુંદર વાતાવરણ માં રાખવામાં આવેલ છે. સમગ્ર ભરૂચ જીલ્લા ના લોકો ને આ સ્પર્ધા માં જોડી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે.
નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા-યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.
ઓલપાડ તાલુકાના આચાર્ય શ્રી ડોક્ટર ધર્મેશ ભાઈ પટેલ આજરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રેવા મેરેથોન માં ભાગ લીધો હતો રેવા મેરેથોન ની અંદર ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી અંકલેશ્વર ના કલેકટર શ્રી અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઇશ્વરભાઇ હાજર રહ્યા હતા આ તબક્કે છેક છેવારા ના ગામથી અંકલેશ્વર સુધી મેરેથોનમાં ભાગ લેવા બદલ અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઇશ્વરભાઇએ અભિનંદન પાઠવ્યા હતા અને ડોક્ટર ધર્મેશ પટેલને એમણે જણાવ્યું કે આપ એક શિક્ષક તરીકે ફરજ બજાવો છો તો એની સાથે મેરેથોન ની અંદર પણ ખૂબ આગળ વધો એવી શુભેચ્છા પાઠવી.






