નવસારી જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાનાં શિક્ષક ભાઈ-બેહનોને સી.પી.આર.તાલીમ આપવામાં આવી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ,આટ, ખંભલાવ દ્વારા આયોજિત સી.પી.આર. તાલીમ નેશનલ એનેસ્થેસીયા સોસાયટી તથા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી નવસારી જીલ્લાની તમામ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના શિક્ષક ભાઇ-બહેનો ને સી.પી.આર. ની તાલીમ અંતર્ગત સવારે દીપ પ્રાગટ્ય અને સ્વાગત કરી શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન દર કલાકે બેચ પાડી કુલ ૨૨૫૦ જેટલા શિક્ષક ભાઇ-બહેનો ને એનેસ્થેસીયાના ડોક્ટર દ્વારા મેડીકલ કોલેજના લેક્ચર હોલમાં પ્રેઝન્ટેશન આપી વિગતવાર સમજ આપી ડેમોસ્ટ્રેશન હોલમાં ૧૦-૧૦ શિક્ષકોની બેચ પાડી જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ અને હોસ્પિટલના ડોક્ટર દ્વારા સમગ્ર દિવસ દરમિયાન તમામ શિક્ષકોને વિગતવાર પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી. સમગ્ર દિવસ દરમિયાન કુલ ૨૨૫૦ જેટલા શિક્ષકોને તાલીમ આપવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા સ્વાગત પ્રવચન આપી તામામને આવકાર આપવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય ડોકટર સેલના ડો.આર.સી.ધોરાજીયા, જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજના ડીનશ્રી ડો.ડી.પી.પંડિત, જીલ્લા શાસના અધિકારીશ્રી ટંડેલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પરમાર, ડો. વિભૂતી ટંડેલ વિગેરે દ્વારા કરવામાં આવ્યુ હતું અને કાર્યક્રમની શઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી અને નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલ તેમજ ધારાસભ્યશ્રી ચીખલી શ્રી નરેશભાઇ પટેલ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ હાજર રહેલ હતા.
જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ ખાતે આ અગાઉ કાર્યકર્તા તેમજ નવસારી જીલ્લાના તમામ પોલિસ અધિકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી અને હવે પછી તા.૧૭-૧૨-૨૦૨૩ ના રોજ બાકી રહેતા શિક્ષક ભાઇ-બહેનો ને આજ સ્થળે સી.પી.આર. તાલીમ આપવામાં આવનાર છે.



