
મોરબીના ખાનપર ગામે સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં ગોકડભાઈ ડાયાભાઇ અમૃતીયા વાડીએ ખેતરના શેઢે જી.ઈ.બી.ના પોલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા સગીરાનું મોત નિપજ્યું હતું. દીપીકાબેન દિનેશભાઇ મીનામા (ઉ.વ.૧૭) રહે. બાદનપર ગામની સીમ ધનજીભાઈ સવજીભાઈ કણઝરીની વાડીએ તા.જી. મોરબીવાળીનો ભાઈ રોહીત દિપિકાબેને રાત્રી દરમ્યાન પોતાની વાડીથી ત્રણ ખેતર દુર વિપુલ નામના છોકરા સાથે અંધારામાં વાતો કરતા જોઈ જતા તેઓ બન્ને અલગ અલગ ખેતરમાં ભાગી જતા દિપિકાબેનને એમ લાગેલ કે, મારો ભાઈ મારા માતા-પીતાને આ બાબતે વાત કરશે તેવા આવેશમાં આવી મનમાં લાગી આવતા જી.ઇ.બી.ના સિમેન્ટના પોલ સાથે પોતાની જાતે ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ દિપિકાબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]





