DEVBHOOMI DWARKAKHAMBHALIYA

Khambhaliya : ખંભાળિયા તાલુકા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઇ

કેબિનેટ મંત્રીશ્રીએ વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરી તાકીદે નિવારણ લાવવા  અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા

માહિતી બ્યુરો:દેવભૂમિ દ્વારકા

        પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને ખંભાળિયા પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે તાલુકા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઇ હતી.

        કેબિનેટ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં  પ્રદૂષણ અટકાવવા, સ્વચ્છતા જાળવવા, સિંચાઇ, પાણી પુરવઠો, માર્ગ વિભાગ, વીજ વિભાગ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

        કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ ઊપસ્થિત સૌ અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોના તાકીદે નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

        બેઠકમા નગર પાલિકા પ્રમુખ શ્રી રચનાબેન  મોટાણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button