GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ABHA CARD બનાવવા ના ફાયદા જાણો -દિલીપ દલસાણીયા

ABHA CARD બનાવવા ના ફાયદા જાણો -દિલીપ દલસાણીયા

ભારત સરકાર દ્વારા દેશનો કોઈપણ નાગરિક પોતાની જૂની બીમારી ની હિસ્ટરી, તેના રિપોર્ટ અને અગાઉ લીધેલ સારવાર નું ડીઝીટલાઈઝેશન ફક્ત એક કાર્ડ માં કરાવી શકે એ માટે આભાકાર્ડ ની યોજના શરૂ કરાવવા માં આવી છે. જેના થી દર્દી ને પોતાની બીમારી ની ફાઈલ સાચવવાની ઝંઝટ થી છુટકારો મળશે

આપણે ઘણી વખત જોઇએ છીએ કે ઇમરજન્સી સમય દરમ્યાન હોસ્પિટલ પર ફાઈલ લઈ જવા નું ભૂલી જતા હોઈએ છીએ અથવા આપણી હોસ્પિટલની ફાઈલ ખોવાઈ જતી હોય છે જેના સોલ્યુશન માટે સરકારશ્રી એ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા કાર્ડ કઢાવવા સૂચવ્યું છે.

જેના થકી દેશ નો કોઈપણ ડોકટર્સ દર્દી ની સંપૂર્ણ વિગત આભાકાર્ડ માંથી મેળવી શકશે જેમ કે દર્દી ને શુ બીમારી છે? દર્દી એ અગાઉ શુ શુ રિપોર્ટ કરાવ્યા છે? દર્દી એ તેની શુ શુ સારવાર લીધેલ છે વિગેરે

તો તમામ મિત્રો ને વિનંતી કે આપના મોબાઈલ માંથી અત્યારે પોતાનું આભાકાર્ડ જનરેટ કરાવી લે….

આભાકાર્ડ જનરેટ કરવા ની લિંક નીચી મુજબ છે..https://healthid.ndhm.gov.in/વધુ માહિતી માટે નજીક ના આરોગ્ય કેન્દ્ર નો સંપર્ક કરવો…મો 8000827577

 

[wptube id="1252022"]
Back to top button