CHHOTA UDAIPUR : કવાંટના તાલુકાના માણકા અને છોડવાણી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

૧૧ નવેમ્બર જનનાયક બીરસા મુંડા જન્મ જયંતિ થી શરૂ થયેલ અને ૨૬ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં યોજાનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે છોટાઉદેપુર નાં કવાંટ તાલુકાના માણકા અને છોડવાણી ખાતે કાર્યક્રમ યોજાયો હતો, ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રથ નું સ્વાગત કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જેમાં સરકાર શ્રી ની વિવિધ પ્રકારની પ્રજા લક્ષી યોજના ઓ નો સરકાર નાં વિવિધ વિભાગો દ્વારા ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રણજીતસિંહ ભીલ ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૈડીવાસણ નાં મેડિકલ ઓફિસર ડો. અશોક સેન, જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા સહિત આરોગ્ય વિભાગ ના અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત ખેતીવાડી વિભાગ, મહિલા અને બાળ સુરક્ષા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, વિસ્તરણ અધિકારી ખેતી, જમીન આરોગ્ય પત્રક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સહિત વિભાગો માંથી ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે તે વિભાગોમાં થી મળતી સરકારી યોજનાઓ નાં લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી છત્રસિંહ ભીલ માણકા ગ્રામ પંચાયત નાં સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ પરમાર










