WANKANER:વાંકાનેર તાલુકા પોલીસની હદમાં નેશનલ હાઈવે થી પસાર થતા વાહન ચાલકોને પોલીસે આપ્યું હેલ્પલાઇન નંબર નું માર્ગદર્શન

વાંકાનેર તાલુકા પોલીસની હદમાં નેશનલ હાઈવે થી પસાર થતા વાહન ચાલકોને પોલીસે આપ્યું હેલ્પલાઇન નંબર નું માર્ગદર્શન
“જરૂર પડીએ સંકટ સમયે સરકાર દ્વારા હેલ્પ લાઈન નંબર નો ઉપયોગ કરવાનું કર્યું સૂચન”

મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં મહિલા પીએસઆઇ ડીવી કાનાણી ના માર્ગદર્શનથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પરિસ્થિતિને ધ્યાન રાખી કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે ફરજના ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ સ્વરૂપે સતત એલર્ટ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા હેલ્પલાઇન અંતર્ગત પણ લોકો સજાગ રહે તેવા પ્રયાસો યથાવત રહ્યા છે જેના ભાગરૂપે તે હેલ્પલાઇન નંબર અંગે વાંકાનેર તાલુકા પોલીસ ની હદમાં આવેલ નેશનલ હાઈવે થી પસાર થતા વાહન ચાલકોને રોકી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વાહન ચાલકોને કાયદાનો ભંગ થતો અટકાવવા માર્ગદર્શન આપ્યું હતું એમાં જણાવ્યું હતું કે વધુ સ્પીડથી વાહન ન ચલાવવાનું સાથે વાહન ચલાવતી વખતે મોબાઇલ પર વાતો ના કરવી તેમજ નાના બાળકોને પણ ટુ-વ્હીલર આપવું નહીં વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું તેમજ અકસ્માતજનક ઘટના કે કોઈ પણ સંકટ સમયે જરૂર પડીએ સરકાર દ્વારા શરૂ કરેલા હેલ્પલાઇન નંબર નો ઉપયોગ કરવો જેથી જરૂરત મંદ વ્યક્તિઓ ઘટના સ્થળે ઈમરજન્સી મેડિકલ સારવાર માટે 108 તેમજ તત્કાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી શકે તેવી તાકેદારી કાળજી રાખવા દરેક વાહનચાલકોને સલાહ સૂચન માર્ગદર્શન આપી પ્રજાના રક્ષક મહિલા પીએસઆઇ પ્રજા ચિંતન જાગૃતિ અભિયાન કાર્યક્રમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર એવા ઢુવા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારો ના હાઇવે ચોકડી તેમજ નેશનલ હાઈવે વિગેરે વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા વિસ્તારોમાં લોક જાગૃતિ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા શરૂ કરાયેલા હેલ્પ લાઈન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમ અંતર્ગત તસવીર માત્ર દ્રશ્યમાન થાય છે









