WANKANER:વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ નર્મદાના નીર શરૂ કરાવી ખેડૂતોને પાણી પહોંચાડ્યા!!!

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ નર્મદાના નીર શરૂ કરાવી ખેડૂતોને પાણી પહોંચાડ્યો!!!

સમગ્ર વાંકાનેર કુવાડવા મતવિસ્તારમાં અપૂરતા વરસાદના કારણે 12 માસિક પાક શિયાળો ઉનાળો ચોમાસુ પાક આ વર્ષ વરસાદ ઓછો પડવાથી ખેડૂતો ભયભીતક બન્યા છે ત્યારે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કાછીયાગાળા, ગાંગીયાવદર, રાજે સ્થળી, દેરાળા ઝાલી પાડધરા વિઠ્ઠલપર ભાયાતી જાંબુડીયા મહા નદી પર આવેલા બધા જ ગ્રામ્ય વિસ્તાર ને સિંચાઈ માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા નર્મદા લાઈનનું પાણી છોડાવવામાં આવતા ની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર સાથે ખેડૂતોએ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ઓછા વરસાદના કારણે આ વર્ષ વાવણી કરતા ખેડૂતો ચિંતક બન્યા હતા જે ફરી નર્મદાના નીર મળવાના કારણે ખુશીની લહેર સાથે જોવા મળ્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે









