JUNAGADHJUNAGADH CITY / TALUKO

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી  યુનિવર્સીટીના ભાઈઓએ સાહસિક ખડક ચઢાણની દસ દિવસની શિબિર પૂર્ણ કરી

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી  યુનિવર્સીટીના ભાઈઓએ સાહસિક ખડક ચઢાણની દસ દિવસની શિબિર પૂર્ણ કરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી ભાવનગર પ્રાયોજીત ભાઈઓ માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ જૂનાગઢ ખાતે યોજાયો હતો.
જેમાં મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી  યુનિવર્સીટીના ૬૦ ભાઈઓ તથા ૩ જીલ્લાના ૦૪ ભાઈઓ સહીત કુલ ૬૪ જેટલા ભાઈઓએ તાલીમ લીધી હતી.
શિબિરના છેલ્લા દિવસના પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ આચાર્ય, વાલી-એ- સોરઠ હાઇસ્કુલ, હારૂન વિહળ,ઈન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર બારૈયા કલ્પેશએ આપી હતી. કાર્યક્રમનું સંચાલન કોડીનારીયા  યાજ્ઞિક અને ગુંજને  કર્યું હતુ. કેમ્પના શિબિરાર્થીઓ  કોડીનારીયા યાજ્ઞિક, ગીરનાર યશ, પરમાર ગૌતમ દ્વારા કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા.આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર સંદીપભાઈ ભીલએ કરી હતી.
આ શિબિર મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી  યુનિવર્સીટી ભાવનગરના કુલપતિ ડૉ. એમ એમ ત્રિવેદી તથા શારીરિક શિક્ષણ નિયામક દિલીપ સિંહના માર્ગદર્શન  હેઠળ યોજાઈ હતી.
આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં  બારૈયા કલ્પેશભાઈ, બારૈયા નીલેશભાઈ, ભીલ સંદીપભાઈ, મકવાણા કિશોર, મકવાણા નીતિન, ઢાભી કલ્પેશ, વેગડ રાજદીપ ભાવનગર, માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતા. તથા પ્રો.રાજેન્દ્રસિંહ ગોહિલ શામળદાસ કોલેજ ટીમ મેનેજર તરીકે સેવા આપી હતી.

[wptube id="1252022"]
Back to top button