
સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર ગાઝા સ્થિત હમાસ આતંકી સંગઠને પાંચ હજાર રોકેટ છોડ્યા હતા. તે પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆત થઇ હતી. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને તમામ દેશોએ ખોટો ગણાવ્યો હતો. કેટલાક દેશ વિશ્વભરમાં યહૂદી વિરોધી ભાવના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.
બ્રિટનમાં યહૂદી વિરોધી ભાવના વિરૂદ્ધ રસ્તા પર રેલી કાઢવામાં આવી હતી જેમાં પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન પણ સામેલ થયા હતા. આ રેલીમાં ભારતીય પ્રવાસી સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો.
બ્રિટનના પાટનગર લંડનમાં હજારો લોકોએ યહૂદી વિરોધી ભાવના વિરૂદ્ધ રેલી કાઢી હતી જેમાં પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન સહિત એક લાખ લોકોએ ભાગ લીધો હતો. મહત્ત્વપૂર્ણ છે કે હમાસ-ઇઝરાયેલ યુદ્ધ શરૂ થયા પછી બ્રિટનના રસ્તા પર પેલેસ્ટાઇની સમર્થકો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે આ રેલી યહૂદી વિરોધ ભાવના વિરૂદ્ધ થઇ રહી છે.
આ રેલીમાં બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના લોકોએ પણ ભાગ લીધો હતો. યહૂદી વિરોધી ભાવના વિરૂદ્ધ વિરોધ વ્યક્ત કરવા માટે લંડનમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં કેટલાક લોકોના હાથમાં ઇઝરાયેલી ઝંડા સાથે ભારતીય ધ્વજ પણ હતો. લોકોએ સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર થયેલા આતંકી હુમલાની ટિકા સાથે 2008માં મુંબઇમાં થયેલા આતંકી હુમલાની 15મી વરસી પર આતંકવાદ વિરૂદ્ધ એકજૂથ થવાનું આહવાન કર્યું હતું.
આ રેલીમાં હાજર રહેલા જિગ્નેશ પટેલે કહ્યું, અમે યુદ્ધની ટિકા કરીએ છીએ. અમે યુદ્ધમાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. યહૂદી લોકો સાથે અમે એકસાથે ઉભા છીએ. અમે ઇઝરાયેલની સાથે છીએ. બ્રિટનની સરકારને યહૂદી વિરોધી ભાવના વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો. સાથે જ ઇઝરાયેલને સમર્થન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.