
MORBI:તંત્રની આગાહીને સાર્થક કરતું માવઠું મોરબી જિલ્લા પંથકમાં બરફ નો વરસાદ પડ્યો!!!

હવામાન વિભાગે ગુજરાતમાં તારીખ 24 થી 28 સુધીમાં માવઠાની આગાહી કરી હતી જે આગાહીમાં બરફ ના કળા પડવાની પણ ઉલ્લેખ કર્યો હતો તે આગાહીને સાર્થક કરતી ઘટના સમગ્ર ગુજરાતના મોટાભાગના શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં સાર્થક કરતી બની હોય તેમ

મોરબીના સામા કાંઠા વિસ્તાર અને ઔધોગિક વિસ્તારમાં જોવા મળી હતી અહીં વહેલી સવારે વાદળ છાયું વાતાવરણ સાથે પ્રથમ હળવા છાંટા પડ્યા હતા જોકે 9 વાગ્યાની આસપાસ વાતાવરણ અત્યંત ખરાબ થઇ ગયું હતુંઅને તેજ પવન કુકાવવાની સાથે અનરાધાર વરસાદ શરુ થયો વરસાદની સાથે સામા કાઠા વિસ્તાર તેમજ લખધીરપુર, ઘૂટું પીપળી રોડ સહિતના ઔધોગિક વિસ્તારમાં મોટા પાયે કરા સાથે વરસાદ પડ્યો હતો કારખાના વિસ્તારમાં જે રીતે કરા પડ્યા તે જોતા જાણે મોરબીમાં કાશ્મીર ઉતરી આવ્યું હોય તેમ તેમ ઠેર ઠેર બરફની ચાદર છવાઈ ગઈ હતી ટંકારા પંથકમાં વરસાદ પડ્યો હતો તો કયાંક ક્યાંક કરા પડ્યા હતાહળવદ પંથકમાં ગાજ વીજ સાથે વરસાદ શરુ થયો હતો તો
સુંદર ગઢ ગામમાં પણ વીજળી ત્રાટકી હતી અને ત્યાં રહેલા 4 જેટલા બકરા મોતને ભેટ્યા હતા. મોરબી જીલ્લામાં બપોર સુધીમાં ૩ મીમી થી લઇ 14 મીમી વરસાદ નોધાયો હતો તાલુકા મુજબ જોઇએ તો ટંકારા ૩ મીમી, માળિયા 2 મીમી, મોરબીમાં 3 મિમી, વાંકાનેરમાં 11 મીમી જ્યારે હળવદમાં 14 મીમી વરસાદ નોધાવયો છે

મોરબી જીલ્લામાં થયેલા ગાજવીજ વરસાદ પડવાની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો જેના કારણે અનેક સ્થળ પર વૃક્ષ તૂટી પડવાની ઘટના બની હતી જેના કારણે અનેક ગામડામાં વીજળી ગુલ થઇ ગઇ હતી








