GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:.વિભૂતિ ઉર્ફે રાણીબા વિરૂધ વધુ એક ગુન્હો નોંધાયો: ઇન્ટાગ્રામમાં હથિયાર સાથે કર્યા હતા ફોટા અપલોડ

વિભૂતિ ઉર્ફે રાણીબા વિરૂધ વધુ એક ગુન્હો નોંધાયો: ઇન્ટાગ્રામમાં હથિયાર સાથે કર્યા હતા ફોટા અપલોડ

મોરબી: સમાજમાં ભય ફેલાવાના ઈરાદાથી જાહેર જગ્યાએ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ પોતાના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ ફોટાઓ તથા નામ વાળી કેક રાખી તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે કેક કાપી લોકોમાં ભય ફેલાય તેવી રીતે ઈન્સ્ટાગ્રામ સોસીયલ મિડિયામાં વિડીયો પોસ્ટ કરતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આરોપી વિભૂતિ ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ ઉર્ફે હિતેષભાઇ સીતાપરા રહે. એસ.પી. રોડ પેસેફીક હાઈટસ રવાપર, તા. જી. મોરબીવાળીએ પોતાના જન્મ દિવસ અન્વયે ખુલ્લી જાહેર જગ્યામાં બે ટેબલો ઉપર અલગ અલગ ફોટાઓ તથા નામ વાળી કેક રાખી તલવાર જેવા તિક્ષ્ણ હથિયારથી કેક કાપી આ જગ્યાની આજુબાજુમાં રહેતા માણસોને તેના આ કૃત્યથી સામન્ય હાની થાય કે ત્રાસ પહોંચે તેવું જાહેર ત્રાસ દાયક કૃત્ય કરી લોકોમાં ભય ફેલાય તેવી રીતે ઇન્ટાગ્રામ સોશીયલ મીડીયા ઉપર વિડીયો પોસ્ટ કરતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ -૨૬૮,૨૯૦, તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button