
સ્થળ:ગોંડલ
તા:૨૬.૧૧.૨૩
ગુજરાત રાજ્ય ના યશસ્વી મુખ્યમંત્રી માન.શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના કૃષિમંત્રી માન. શ્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યક્ક્ષાના કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડના નેતૃત્વમાં રાજ્યસરકાર દ્વારા તારીખ ૨૪-૨૫ નવેમ્બર-૨૩ એમ બેદિવસીય તાલુકા કક્ષાએ રવી કૃષિ મહોત્સવ નું આયોજન થઇ ગયું.
પ્રદેશ ભાજપાના યશસ્વી પ્રમુખશ્રી સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન અને પ્રદેશ કિશાન મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલના નેતૃત્વમાં આ કૃષિ મહોત્સવમા તાલુકાભરના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈને કૃષિલક્ષી માહિતી-માર્ગદર્શન મેળવે અને સરકારશ્રીનો આ કાર્યક્રમ સફળ બને તે વ્યવસ્થામાં મંડલ કિશાન મોરચાને જવાબદારી સોપવામાં આવી હતી,
રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ શ્રી વિનુભાઈ ઠુંમ્મર ની અધ્યક્ષતામાં તેમજ કિશાન મોરચાના પ્રદેશના મંત્રી વિજયભાઈ કોંરાટના નેતૃત્વમાં ગોંડલ તાલુકાના ચરખડી ગામે ગોંડલ તાલુકાના કિશાન મોરચાના પ્રમુખ શ્રી લાલજીભાઈ તળાવિયાના અધ્યક્ષસ્થાને ચરખડી મુકામે લેવા પટેલ સમાજ ભાવનમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.
તાલુકાભરના ગામડાથી ૮૦૦ જેટલા ખેડૂતો અને ૩૨ જેટલા પ્રાકૃતિક ખેત પેદાશના અલગ અલગ સ્ટોલ સાથે નવીન ટેક્નોલોજી વારા ખેત ઓજાર ની વિશાળ રેન્જ સાથે ૨૪-૨૫ તારીખના કાર્યક્રમને સફળ બનાવવા માં આવ્યો હતો.
આ તકે તાલુકા પ્રાંતાધિકારી શ્રી રાહુલભાઈ ગમારા સાહેબ મામલતદાર શ્રી રાહુલભાઈ ડોડીયા લાઈજન અધિકારી શ્રી ઘનશ્યામભાઇ ખાતરીયા તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી હર્ષદભાઈ ઇટાલિયા ખેતીવાળી અધિકારી શ્રી અજયસાહેબ ગાવી તી.ડી.ઓ સાહેબ શ્રી પરડવા સાહેબ શ્રી તાલુકા કિશાન મોરચા ના પ્રમુખશ્રી અને કૃષિપંચના અઘ્યક્ષ શ્રી લાલજીભાઈ તળાવિયા રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી બટુકભાઈ ઠુંમ્મર તથા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ઠુંમર તથા મહામંત્રી શ્રી સામન્તભાઈ બાંભવા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી ભરતભાઈ ઢોલરીયા તાલુકા પંચાયત સદશ્ય શ્રી દિવ્યેશભાઈ લીલા- મનીષભાઈ ખુંટ તેમજ ગોંડલ એ.પી.એમ.સી.ના ડિરેક્ટર શ્રી કચરાભાઈ વૈષ્ણવ ચરખડી ગ્રામપંચાયતના સરપંચ શ્રી વિનુભાઈ માવાણી હાજર રહ્યા હતા..









