
મોરબીના આંદરણા ગામે હાર્ટએટેકથી આધેડનું મોત
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હાર્ટ એટેકના લીધે મૃત્યુના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના આંદરણા ગામે વાડીએ કામ કરતા આધેડ ખેડૂતને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજયું છે

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અને ખેતી કરતા હસમુખભાઈ અમરશીભાઇ ભોરણીયા (૫૧) પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં લઈને આવ્યા હતા ત્યાં ટૂંકી સારવારમાં તેનું મોત નીપજયું
[wptube id="1252022"]








