
વિજાપુર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન સભારંભ યોજાયો
ધારાસભ્ય સીજે ચાવડા એ વિકાસના કામો હાથ ધરવાની આપી હૈયાધારણા
ગ્રામ્ય વિસ્તારોમાં ડિસેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે મુલાકાતો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યકરો નો સ્નેહમિલન નો કાર્યક્રમ ફાઉન્ટેન હોટેલ ના હોલમાં યોજાયો હતો જેમાં કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા તેમજ હસમુખભાઈ શહેર પ્રભારી મહેસાણા તેમજ કોંગ્રેસ પ્રદેશ ડેલીગેટ તલતમહેમુદ સૈયદ તેમજ પ્રદેશ ડેલીગેટ હિતેન્દ્ર સિંહ પરમાર જીલ્લા સદસ્ય હર્ષદ ભાઈ પટેલ તેમજ પૂર્વ તાલુકા પ્રમુખ પ્રહલાદ ભાઈ પટેલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ દીનેશસિંહ ચૌહાણ કોંગ્રેસના અગ્રણી વિજયભાઈ પટેલ ડીડી રાઠોડ અશોકસિંહ વિહોલ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ના પ્રવચન માં ધારાસભ્ય સીજે ચાવડાએ જણાવ્યું હતુંકે તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ની ડિસેમ્બર માસની શરૂઆત માં મુલાકાતો શરૂ કરવામાં આવશે જે વિસ્તારોમાં વિકાસ ના કામો બાકી રહેલા છે તેવા વિસ્તારોમાં કામગીરી ઉપાડવા ની મુહિમ હાથ ધરવામાં આવશે ગ્રામ્ય વિસ્તારોના સરપંચ તેમજ તલાટીઓ નો સંપર્ક કરી રહી બાકી ના કામો પણ શરૂ કરવામાં આવશે કોંગ્રેસના કાર્યકર મિત્રોને પણ જાગૃત બની લોક સેવાના કામો કરવા અપીલ કરી હતી અને જ્યાં તેઓની મદદ ની જરૂર હશે ત્યાં તેઓ મદદ કરશે તેવી ખાત્રી આપી હતી શહેર પ્રમુખ સહિત તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા