GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર સર્વિસ રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

વાંકાનેર સર્વિસ રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી તાલુકાના પ્રેમજીનગર (મકનસર) હનુમાનજી મંદિરવાળી શેરીમાં રહેતા કલ્પેશભાઇ બાબુભાઈ પીપળીયા (ઉ.વ.૧૯) એ આરોપી ટ્રક રજીસ્ટર નં- GJ-03-AW-4166 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે

કે ગત તા.૨૪-૧૧-૨૦૨૩ ના રોજ ટ્રક નંબર-GJ-03-AW-4166 ના ચાલકે પોતાના હલાવાનો ટ્રક પુર ઝડપે અને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફીકરાય થી બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી સામેથી આવતા ફરીયાદીના ભાઇ મહેશભાઇ બાબુભાઇ પીપળીયા ઉવ-૨૨ વાળાને તેઓના યામાહા આર.૧૫ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર-GJ-36-AH-0441 સહીત હડફેટમાં લઇ ટ્રકના ટાયરના જોટામાં શરીરનો ડાબો પગ નળાના ભાગેથી ઘુંટી સુધી ચેપી ચગદી ચુંદી નાંખી,આખા વાંસામાં,જમણી આંખે,ગાલે ડાબા હાથે કોણીના અંદરના ભાગે ડાબા પગના સાથળના ભાગે જમણા પગના થાપાના ભાગે છોલછાલની તેમજ તેમજ ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મૃતકના ભાઈ કલ્પેશભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૪(અ), ૨૭૯એમ.વી. એક્ટ કલમ -૧૭૭ ,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button