MORBI:મોરબી જિલ્લા પંથક માં ખનીજ માફિયા બન્યા રોડ રસ્તા ના રાજા અનેક માનવ જિંદગી ખતરામાં

મોરબી જિલ્લા પંથક માં ખનીજ માફિયા બન્યા રોડ રસ્તા ના રાજા અનેક માનવ જિંદગી ખતરામાં
જાહેર ભંગ કરનાર સામે જિલ્લા તંત્ર વાહકો ઊંઘમાં કે મિલી ભગત?

મોરબી રાજકોટ નેશનલ હાઈવે પર ખુલ્લેઆમ જોખમી ગેરકાયદેસર ખનીજ જાહેરનામાનો ભંગ કરી પસાર થતું વાહન નો વિડિયો તંત્ર વાહકોની પોલ સાથે વિકાસની વાતો કરનાર નેતાઓની નિષ્ક્રિયતાની નિશાની પૂરી પાડતી હોય તેવી પરિસ્થિતિમાં પ્રકાશમાં આવ્યો છે જેની જાણવા મળતી વિગતે એવી છે કે કોઈપણ જોખમી વેસ્ટજ કે ધૂળ રેતી પથ્થર કપચી સિમેન્ટ કોઈપણ વાહનમાં પસાર કરતી વખતે અન્યને જોખમી નુકસાની કારક ના થાય તે માટે તાલપત્રી તે વહન ટ્રક ડમ્પર મા ઢાંકવામાં આવતી હોય છે પરંતુ જે મોરબી રાજકોટ નેશનલ હાઈવે પર પસાર થતા ખનીજ ભરેલા ડમ્પરો જોખમી અન્ય વાહન ચાલકો માટે બન્યા હોય તેમ મુખ્ય નેશનલ હાઈવે પર પસાર થઈ રહ્યા છે જે સ્પષ્ટ જાહેરનામાનો ભંગ સાથે સાથે વિકાસની વાતો અને જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતાની નિશાની આપી રહ્યું છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી મોટાભાગે મોરબી જિલ્લા પંથકમાં અકસ્માત જનક દુર્ઘટનાઓ મા અનેક માનવ જિંદગી મોતને ભેટી રહી હોય તેમ છાશવારે અકસ્માતની ઘટના પોલીસ ચોપડે અને અખબારોમાં સમાચાર બની છે છતાં અકસ્માત જેવી ઘટનાઓને અટકાવવામાં જિલ્લા તંત્ર વાહકો નિષ્ક્રિય નિષ્ફળ રહ્યા હોય તેનું પરિણામ ના ભાગરૂપે આવા જોખમી ગેરકાયદેસર ખનીજ માફિયા ઓ દ્વારા પસાર થતા વાહનો અન્ય વાહન ચાલકો માટે જોખમી બન્યા હોય તેવા દ્રશ્યો તસવીર દ્રશ્યમાન થાય છે








