MORBI:વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓ વિરુદ્ધ લૂંટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો..

MORBI:વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓ વિરુદ્ધ લૂંટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો..
રાણીબા સહિતના 5 આરોપીઓની આગોતરા જામીન માટે અરજી, પોલીસ દ્વારા શોધખોળ યથાવત
પોલીસ ટિમો દ્વારા રાણીબા ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં સર્ચ ઓપરેશન, આરોપીઓ ત્યાંથી હાથ ન લાગ્યા

મોરબીની અતી ચકચારી ઘટનાની વિગત જોઈએ તો રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરી કરતો નિલેશભાઈ દલસાણીયા નામનો યુવાન બાકી નીકળતા પોતાના પગારના પૈસા લેવા જતા વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા અને તેના ભાઈ તેમજ પાંચ અજાણ્યા શખ્સો દ્વારા નિલેશભાઈ ઉપર અમાનુષી કૃત્ય આચરી, ચામડાના પટ્ટા વડે માર મારી મોઢામાં ચપ્પલ લેવડાવતો વીડિયો ઉતારી લેતા આ ક્રૂરતા પૂર્વકની ઘટનાના ઘેરા પડધા પડયા હતા. આજે રોજ મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી લૂંટ થઈ હોવા છતાં લૂંટની કલમ ન ઉમેરવામાં આવી હોવાની ઉગ્ર રજુઆત કરતા તપાસનીશ અધિકારી દ્વારા વિભૂતિ ઉર્ફે રાણીબા તેમજ અન્ય આરોપીઓ વિરુદ્ધ લૂંટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.








