GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

 WANKANER વાંકાનેર મહિલા ને આશ્રય અપાવતી ૧૮૧ મહિલા અભયમ ટીમ મોરબી

WANKANER વાંકાનેર મહિલા ને આશ્રય અપાવતી ૧૮૧ મહિલા અભયમ ટીમ મોરબી

દુર્ગુણના અંધારા ફેંકી, ફેલાવે આનંદનો ઉજાસ,મહિલા અભયમ ૧૮૧ પાથરતી કાયમ ઉત્સવનો દિવ્ય પ્રકાશ !

મળતી માહિતી અનુસાર વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર એક મહિલા પોતાના ૨ નાના બાળકો સાથે વાંકાનેર આવી પહોંચી હતી. જે બાદ અન્ય વ્યક્તિ દ્વારા ૧૮૧ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં ૧૮૧ ના કો.ઓર્ડીનેટર તુષાર સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં મહિલા કાઉન્સિલર જાગૃતિ ભૂવા દ્વારા કોલ લેવામાં આવ્યો હતો. જે બાદ ૧૮૧ ટીમ વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ગયેલ જ્યાં મહિલાને મળી અને શાંત્વના પાઠવી હતી.

ત્યારબાદ મહિલા કાઉન્સિલર જાગૃતિ બેન એસ મહિલાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલા તેના પતિ સાથે મૂળી ગામ પાસે આવેલ એક વાડીમાં રહે છે કે જે બાદ તેના પતિ તેના દેશમાં ગયેલ હોવાથી મહિલા પણ જવા માંગતી હોય જેથી મહિલા એ ટ્રેન મારફતે જવાની હતી પરંતુ અન્ય ટ્રેનમાં બેસી જતા વાંકાનેર પહોંચી હતી. બાદમાં મહિલાને હાલ પૂરતો સખી વન સ્ટોપ સેન્ટર મોરબી ખાતે આશ્રય અપાવેલ હતો. ત્યારબાદ બીજા દિવસે તેના પતિ આવીને તેની પત્નીને તેડી જશે જેવી તજવીજ હાથ ધરી હતી. આખરે બીજે દિવસે તેમના પતિ તેની પત્નીને રાજી ખુશીથી તેડી ગયેલ અને સુખદ્ મિલન થયું હતું.

આમ આ સરાહનીય કામગીરીમાં ૧૮૧ મહિલા કાઉન્સિલર જાગૃતિ ભૂવા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન તેમજ પાયલોટ જીગર પટેલ અને સામાજિક કાર્યકર રાજદીપ પરમાર તેમજ હશીના બેન જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button