DHORAJIRAJKOT CITY / TALUKO

Dhoraji : સ્વચ્છતા એ જ સેવાઃ ધોરાજીના ચિચોડમાં સઘન સ્વચ્છતાથી બદલાઈ ગામની શકલ

બસ સ્ટેશનજાહેર માર્ગોથી લઈને આંતરિયાળ માર્ગોની પણ સઘન સફાઈ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૨૩ નવેમ્બર – સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત ધોરાજી તાલુકાના ચિચોડ ગામમાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કરવામાં આવી હતી.

        સ્વચ્છતા અભિયાનને વેગ આપતાં ચિચોડમાં બસ સ્ટેશન, તેમજ જાહેર માર્ગો આસપાસ જામેલો કચરો દૂર કરીને આ વિસ્તારો ચોખ્ખાચણાક બનાવાયા હતા. એ પછી ગામને જોડતાં આંતરિયાળ રસ્તાઓ પરથી પણ નક્કામો કચરો, ઝાડી ઝાંખરા દૂર કરાયા, જામેલા ગાર્બેજ પોઈન્ટ દૂર કરીને સ્વચ્છતા કરવામાં આવી હતી. જેના પગલે આ વિસ્તારોની શકલ જ બદલાઈ ગઈ હતી. આ કામગીરીમાં વિવિધ ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button