GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેતપર રોડ ઉપર ડમ્પર બાઇક સવાર ને હડફેટે લેતા મોત

મોરબીના જેતપર રોડ ઉપર ડમ્પર બાઇક સવાર ને હડફેટે લેતા મોત

મોરબી તાલુકાના રંગપર ગામ પાસે સોમનાથ હોટલનાં રૂમમાં રહેતા ભરતસિંહ સોહનસિંહ રાજપુરોહિત (ઉ.વ.૩૨) એ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર – GJ-12-BT-0981 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૧૧-૨૦૨૩ ના રોજ આરોપી ડમ્પર રજીસ્ટર નં-GJ-12-BT-0981 ના ચાલકે પોતાના કબજા હવાલા વાળા ડમ્પરને પુરઝડપે અને બેદરકારી થી ચલાવી ફરીયાદીના કુટુંબી મામાના દિકરા ભાઇ પ્રવિણસિંહ જેઠુસિંહ રાજપુરોહીત સોમનાથ હોટલમાંથી જમવાનું પાર્સલ દેવા માટે મોટરસાયકલ રજીસ્ટર નં-RJ-22-QS-3947 વાળુ લઇને રોડ પર જતા હોય તેમના મોટરસાયકલને હડફેટે લઇ હેલ્મેટ પહેરેલ હોય માથા ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દઇ માથામાં ગંભીર ઇજા કરી મોત નિપજાવી ડમ્પર મુકી નાશી ગયો હતો જેથી આ બનાવ અંગે ભરતસિંહે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૦૪(અ), એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button