જામનગર-વિકાસગૃહની મુલાકાતે સત્સંગ મંડળ
જામનગર( ભરત ભોગાયતા)
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરની, જય શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ, ગોકુળનગર, જામનગર નાં બેહનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ વેળા એ સંસ્થા નાં પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર, મા મંત્રી શ્રી સુચેતા બેન ભાડલાવાળા, કા મંત્રી શ્રી પાર્થ પંડ્યા એ સૌ નું સ્વાગત કર્યું હતું.
સત્સંગ મંડળ નાં પ્રમુખ શ્રી દેવમણી બેન વડગામા ની આગેવાની હેઠળ આવેલ બેહનો એ સંસ્થાને ₹૧૧૧૧૧/-(અગિયાર હજાર એક સો અગિયાર રૂપિયા) નું અનુદાન આપ્યું હતું.
સંસ્થા પરિવાર વતી પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર એ સર્વે નો રુદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
[wptube id="1252022"]









