જૂનાગઢ ખાતે સ્માર્ટ ઈલેકટ્રીક વીજ મિટર ટ્રેનીંગ-લોકજાગૃતિ કાર્યશાળા યોજાઇ

જૂનાગઢ શહેરમાં ૧૨૭૨૮૫ સ્માર્ટ મીટર લગાવાશે- પ્રથમ તબક્કામાં ૨૫૧૪૫ મીટર થશે કાર્યરત
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આર.ડી.એસ.એસ. યોજના હેઠળ પીજીવીસીએલના વિજ ગ્રાહકોના વિજ સ્થાપનામાં સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવા માટે પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ યોજના હેઠળ સ્માર્ટ પ્રી-પેઇડ મીટર લગાવવાથી વિજ ગ્રાહકો પોતાની જરુરીયાત મુજબ રીચાર્જ કરી શકશે. ગ્રાહકોની સુવિધામાં વધારો થશે, પીજીવીસીએલના કર્મચારીઓને મીટર રીડીંગ માટે વખતો વખત રુબરુ જવાની જરુરીયાત રહેશે નહીં અને સમય પણ બચશે.
આ યોજના અંતર્ગત પીજીવીસીએલના પ્રી-પેઇડ મીટર, બે તબકકામાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ તબકકામાં જાન્યુ.-૨૦૨૫ સુધીમાં ૨૩.૬૬ લાખ સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે. આ મીટરો લગાવાની કામગીરી અંદાજે ડીસેમ્બર-૨૦૨૩ સુધીમાં શરૂ કરવામાં આવનાર છે.
આ મીટરો સરકારી વિજ જોડાણો, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઔદ્યોગિક વિજ જોડાણો, વાણિજ્યક વિજ જોડાણો તેમજ ઘરવપરાશના વિજ જોડાણોમાં લગાવવાનું આયોજન કરવામાં આવે છે. નવા સ્માર્ટ પ્રીપેઇડ મીટર લગાવવાનો કોઇ પણ ચાર્જે હાલ ગ્રાહક પાસેથી વસુલવામાં આવશે નહીં. આમ જૂનાગઢ વિજ વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર અને માસ્ટર ટ્રેનર્સ પ્રકાશ મૈયડ અને દિલીપ સોલંકીએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે સ્માર્ટ મીટરમાં બીલીંગ સાઇકલ પુરી થયે રીડીંગ સીધુ કંપનીમાં પહોંચી જશે. સમગ્ર પ્રક્રિયા મોબાઇલના પ્રી-પેઇડ સીમકાર્ડ જેવી હશે. હવે માસિક ચૂકવણીના બદલે જરુરીયાત મુજબ અનુકુળ દિવસો કે કલાકો માટે પણ ચૂકવણી થઇ શકશે. જો કોઇ વીજ ગ્રાહકનું રીચાર્જ રાત્રીના પુરું થઇ જાય તો આવા ગ્રાહકોને રાત્રીના વીજળી વગર રહેવું નહીં પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે, કચેરીના સમય સુધીમાં રીચાર્જ ન થાય તો વીજ પુરવઠો બંધ થશે તેમજ ૪૮ કલાક પહેલા જ ગ્રાહકને તેમના રીચાર્જ રકમ પુરી થશે તેનો એસ.એમ.એસ મોકલાશે.તેવી સમજ આપવા અને લોકજાગૃતિ કેળવાય તે હેતુએ જૂનાગઢ ખાતે કાર્યશાળા યોજાઇ હતી.
સ્માર્ટ મીટર લગાવવા લોકજાગૃતિ કેળવાય તે હેતુએ ભવનાથ તિર્થક્ષેત્રનાં મહંત મહાદેવગીરીજી, જૂનાગઢનાં વેપારી એશોસીએશનના રાજુભાઇ જોબનપુત્રા, અગ્રણી ભાવેશભાઇ વેકરીયા, ધીરૂભાઇ પુરોહિત કમલેશભાઇ બદાણી, રાજુભાઇ ભટ્ટ, ઉદ્યોગપતિ દિલીપભાઇ મેનપરા, અગ્રણી તબીબ ડો. મુકેશ પાનસુરીયા, સહિત શ્રેષ્ઠીઓ ઊપસ્થિત રહ્યા હતા. અને સ્માર્ટ મીટર અંગે જાણકારી મેળવી અને પોતાનાં પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
આ તબક્કે માસ્ટર્સ ટ્રેનર્સ દિલીપ સોલંકી અને પ્રકાશ મૈયડે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્માર્ટ મીટરની કાર્યપધ્ધતિ અને તેનાથી પાવર વિતરણ વ્યવસ્થામાં થનાર લાભોની વિગતો આપી હતી. પ્રકાશ મેયડે જણાવ્યુ હતુકે જૂનાગઢ શહેરમાં કુલ ૧૨૭૨૮૫ સ્માર્ટ મીટર લગાવાશે જે પેકી પ્રથમ તબક્કામાં ૨૫૧૪૫ લગાવાશે. જૂનાગઢ ડિવીજનમાં ૭૮૮૭૫, જૂનાગઢ સર્કલમાં કુલ ૩૯૦૪૮૨ કુલ મીટર લાગશે જેમાં પ્રથમ તબક્કામાં ૧૫૩૮૩૦ જેટલા સમાર્ટ મીટર ઇન્સટોલ થશે. સહિત તાલુકાઓમાં હાથ ધરાનાર સ્માર્ટ મીટર લગાવવાની બાબતે વિગતો આપી હતી. અપારવા એનર્જી પ્રાઇવેટ કંપની દ્વારા ટર્ન કી કોન્ટ્રાક્ટ માધ્યમે આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લો સ્માર્ટ મીટરો સાથે ઈલેકટ્રીક વિતરણ વ્યવસ્થામાં સ્માર્ટ બનશે. આ અંગે અધિક્ષક ઈજનેર બી.ડી. પરમારે જણાવ્યુ હતુ કે સ્માર્ટ મીટર સૌથી પહેલા વીજ ટ્રાન્સફોર્મરમાં પછી સરકારી કચેરીઓમાં ત્યારબાદ રહેણાક-ઔદ્યોગિક કનેક્શનમાં લગાવાશે, સ્માર્ટ મીટર માટે ખાસ એપ બનાવાશે, ગ્રાહકો રોજનો વીજવપરાશ મોબાઇલમાં જોઈ શકશે, કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં હવે સ્માર્ટ મીટર લગાવવાના પ્રોજેક્ટનો ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં આગામી સમયથી શરૂ થશે. પીજીવીસીએલ દ્વારા આ અંગે તૈયારીઓ ચાલી રહી છે અને સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાશે પરંતુ સૌથી પહેલા પી.જી.વી.સી.એલના જ ટ્રાન્સફોર્મરમાં સ્માર્ટ મીટર લગાવાશે, ત્યારબાદ સરકારી કચેરીઓમાં અને ત્યારબાદ વિજગ્રાહકોના કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવાશે. આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર માણાવદરીયા, ભીમાણી સહિત વિજ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





