Meeting : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત (માધ્યમિક સંવર્ગ) ની ઓનલાઈન બેઠક યોજાઇ

તારીખ 17/11/2023 અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ ગુજરાતની ઓનલાઈન બેઠક યોજાઇ.જેમાં માધ્યમિક સંવર્ગ પ્રાન્ત અધ્યક્ષશ્રી રાજેન્દ્રસિંહ રાઉલજી , પ્રાન્ત મહામંત્રી શ્રી જીતેન્દ્ર ઠાકર તથા પ્રાન્ત સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ.મહિલા ઉપાધ્યક્ષ ચંદ્રિકાબેન ચૌહાણ. મહિલા મંત્રી મીરાબેન સાદરીયા, ઉપાધ્યક્ષ સંજયભાઈ ભાઈ પટેલ તથા અલ્પેશભાઈ જાની સહ સંગઠન મંત્રી તથા પ્રાંતની સમગ્ર ટીમ તથા માધ્યમિક સંવર્ગની ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના અધ્યક્ષશ્રી, મંત્રી શ્રી, સંગઠન મંત્રી શ્રી બેઠકમાં જોડાયા પ્રાંત સંગઠન મંત્રી શ્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા બેઠકનું સંચાલન કરવામાં આવ્યું તેમજ મહિલા ઉપાધ્યક્ષ ચંદ્રિકા બેન દ્વારા સરસ્વતી વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. પ્રાંત અધ્યક્ષ શ્રી રાજેન્દ્રસિહ રાઉલજી દ્વારા સંગઠનનો વિસ્તાર કેવી રીતે કરવો, દરેક જિલ્લામાં સંગઠન વ્યાપ કેવી રીતે વધારવો તેનું માર્ગદર્શન આપ્યું હતું. અત્યાર સુધી સંગઠનના કારણે કર્મચારીઓની કેટલીક માગણીઓ સંતોષાઈ તે વિષય ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમજ આગામી આંદોલનના ભાગરૂપે 9 તારીખે મહાપંચાયત નું સંઘ દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે તેમાં સમગ્ર ગુજરાતમાંથી માધ્યમિક ના શિક્ષકો બહોળા પ્રમાણ માં જોડાય તેવું આયોજન કરવું તેનો પણ પ્રકાશ પાડવામાં આવ્યો.જ્યારે પ્રાંત મંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર દ્વારા દરેક કાર્યકર્તા સુધી પહોંચવા માટે દરેક જિલ્લામાં whatsapp ગ્રુપ બનાવી સંગઠનની માહિતી પહોંચે અને દરેક જિલ્લામાં તથા તાલુકા સ્તર સુધી ટીમ પુર્ણ બનાવવા ની ચર્ચા કરી તથા રાજ્ય ના તમામ જિલ્લામાં પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે, તેવું જણાવ્યું. મહિલા ઉપાધ્યક્ષ ચંદ્રિકાબેન ને જે જિલ્લામાં બહેનો કાર્યરત છે તેનો સંપર્ક અને જે જિલ્લામાં બહેનોની ટીમ નથી ત્યાં ટીમ બનાવી અને દરેક જિલ્લામાં મહિલા પ્રતિનિધિ જિલ્લાની અને તાલુકાની ટીમમાં મુકવાની વાત કરી. અંતમાં ચંદ્રિકાબેન દ્વારા કલ્યાણ મંત્ર કરાવી બેઠકનું સમાપન કરવામાં આવ્યું.






