GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ તાલુકાના ચરાડવા અને મોરબી તાલુકાના ખરેડા ગામે બસ સ્ટેશનમાં સાફ-સફાઈ કરાઈ

Halvad:હળવદ તાલુકાના ચરાડવા અને મોરબી તાલુકાના ખરેડા ગામે બસ સ્ટેશનમાં સાફ-સફાઈ કરાઈ
સમગ્ર ગુજરાતમાં હાલ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે મોરબી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં કામગીરી થઈ રહી છે. સ્વચ્છતા અભિયાનના ઉપક્રમે જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતાલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા તેમજ મોરબી તાલુકાના ખરેડા ગામે ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેશનમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. કાગળો, પ્લાસ્ટિક સહિતનો કચરો ગંદકી દૂર કરી બસ સ્ટેશનને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]








