
મણિપુરમાં મોટી આતંકવાદી ઘટના સામે આવી છે. રાજ્યના ટેંગ્નોપાલ જિલ્લામાં આસામ રાઈફલ્સ ના જવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. મળતા અહેવાલો મુજબ જવાનો પર ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ બ્લાસ્ટ કરાયા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હાલ તમામ જવાનો સુરક્ષિત હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટના બાદ સુરક્ષા જવાનો સાવધાન થઈ ગયા છે અને જે વિસ્તારમાં ઘટના બની ત્યાં સુરક્ષા દળોએ કથિત આતંકવાદી હુમલાખોરોને પકડવા માટે કવાયત શરૂ કરી છે.

[wptube id="1252022"]





