GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો

અન્નકૂટ દર્શનનો બોહળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો : આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે

(જનક રાજા દ્વારા ) મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે ત્યારે ગુજરાતભરના જુદા – જુદા મંદિરોમાં અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવે છે તેવો જ અન્નકૂટ મહોત્સવ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે યોજાયો હતો.જેમાં ૫૬ ભોગ અન્નકુટ ધરવામાં આવ્યો હતો.આ અન્નકૂટ દર્શનનો બોહળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સુપ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ મહંત પૂ. ભાવેશ્વરીબેન, પૂ. રતનબેન,ના સાનિધ્યમાં ૫૬ ભોગ અન્નકુટ રાખવામાં આવ્યો હતો.જેમાં જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ, ફરસાણ,મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો.બહોળી સંખ્યામાં ભકતજનોએ અન્નકુટ દર્શનનો લાભ લીધો હતો, અને ભકતજનો માટે પ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તો આવતીકાલે ભાઈ બીજ નિમિત્તે આશ્રમ ખાતે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યકમ રાખવામાં આવ્યા છે. જેને સફળ બનાવવા મહંત પૂ. ભાવેશ્વરીબેન, પૂ. રતનબેન,મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.બોહળી સંખ્યામાં ભક્તોજનોએ મહાઆરતી,અને અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button