GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ફટાકડા ફોડવાના ઝઘડામાં યુવાનની  આઘેડની હત્યા કરનારા આરોપી ઝડપાયો

મોરબીમાં ફટાકડા ફોડવાના ઝઘડામાં યુવાનની  આઘેડની હત્યા કરનારા આરોપી ઝડપાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર-૨ માં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળો ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડા ફોડવાની ના પડતાં તેને સમજાવવા માટે ગયેલા રાજેશદાન અમરદાન નાંધુ જાતે ગઢવી (૪૮)ને વલીમામદે છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી તે યુવાનને રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા જો કે, ત્યાં ટૂંકી સારવારમાં રાજેશદાન ગઢવીનું મોત નીપજયું હતું..

જે હત્યના બનાવમાં હાલમાં નારણભા પંચાણભા દેવસુર જાતે ગઢવી (૫૫) રહે. લાભનગર, વેજીટેબલ રોડ મોરબી વાળાએ વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, દિવાળીના તહેવાર ઉપર ફટાકડા ફોડવાની વાતને લઈને ઘણી વખત મારા મારીની ઘટનાઓ બનતી હોય તેવું સામે આવતું હોય છે ત્યારે મોરબીના લાભનગરમાં ફટાકડા ફોડવાનો ઝઘડો હત્યા સુધી પહોચ્યો છે હાલમાં જે આરોપીની ધરપકડ કરેલ છે તેની ઉપર અગાઉ પ્રોહિબિશન, મારા મારી સહિતના આઠ જેટલા ગુના નોંધાયેલ છે અને તેની સામે હદપારી સહિતના પગલાં પણ પોલીસ દ્વારા લેવામાં આવેલ છે જો કે, દિવાળીના તહેવાર પહેલા ફટાકડા ફોડવા બાબતે થયેલ માથાકૂટમાં યુવાની હત્યા કરવામાં આવેલ છે ..

[wptube id="1252022"]
Back to top button