
મોરબીના ભુનેશ્વરી પાર્કમાં શોર્ટ સર્કિટથી ઘરમાં લાગી આગ લાગી
મોરબી પાલિકાના ફાયર કંટ્રોલરૂમમાં ગાઈકલે બપોરે સામાકાંઠે જિલ્લા સેવાસદનની બાજુમાં આવેલ ભુનેશ્વરી પાર્કમાં રહેતા કપિલભાઈ ગીરીશભાઈ જોશીના ઘરમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો જેથી ફાયરની ટિમ ત્યાં દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટેનું કામ કરવામાં આવ્યું હતું જો કે, ઘરમાં શોર્ટ સર્કિટના કારણ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું અને આગ લાગવાના લીધે ઘરમાં રાખવામા આવેલ મંદિર અને ઘર વખરી બળી ગઈ હતી જો કે, કોઈ જાનહાની કે કોઈને ઇજા પણ થયેલ નથી
[wptube id="1252022"]





