GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવાર નિમિતે એક સપ્તાહની રજા જાહેર

મોરબી માર્કેટયાર્ડમાં દિવાળીના તહેવાર નિમિતે એક સપ્તાહની રજા જાહેર કરી

મોરબી ખેતીવાડી ઉત્પન્ન સમિતિ દ્વારા દિવાળી તહેવાર નિમિતે તા.૧૧નવે. થી ૧૭ નવે. એમ સાત દિવસની રજા જાહેર કરવામાં આવી છે

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી એજન્ટભાઇઓ, વેપારીભાઇઓ તથા ખેડૂતભાઇઓને જાણ કરવામાં આવે છે કે, આગામી તા.૧૧-૧૧-૨૦૨૩ થી તા. ૧૭–૧૧–૨૦૨૩ સુધી દિવાળીનો તહેવાર હોવાથી મોરબી માર્કેટયાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે. તેથી હરરાજીનુ કામકાજ બંધ રહેશે. જેની લાગતા-વળગતા સર્વે ભાઇઓએ નોંધ લેવા વિનંતિ કરી હતી તથા વધુમાં તા.૧૦–૧૧–૨૦૨૩ને શુક્રવારના સવારના ૯-૦૦ કલાક સુધી જ ઉતરાઇ કરવા દેવામાં આવશે. તથા તા.૧૧–૧૧–૨૦૨૩ થી તા.૧૬–૧૧–૨૦૨૩ સુધીના રજાના દિવસોમાં કોઇપણ જણસીની ઉતરાઇ કરવા દેવામાં આવશે નહી. તથા તા.૧૭–૧૧–૨૦૨૩ને શુક્રવારના સવારના ૯-૦૦ કલાકથી તમામ જણસીની ઉતરાઇ કરવા દેવામાં આવશે. તેમજ તા.૧૮-૧૧-૨૦૨૩ને શનિવાર (લાભપાંચમ)થી દરેક જણસીની હરરાજીનુ કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. ઉપરોકત તમામ નોંધનો લાગતા-વળતાઓએ અમલ કરવો તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button