MORBI: માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન આગેવાન મહિલા કાર્યકરો એ નવી દિલ્હી ખાતે World Food India કાર્યક્રમ માં ભાગ લીધો..

સંસ્થા ના આગેવાન મહિલા કાર્યકરો એ નવી દિલ્હી ખાતે World Food India કાર્યક્રમ માં ભાગ લીધો..

શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન દ્વારા NASVI ના સહયોગ થી પીએમ સ્વ નિધિ યોજના માટે માહિતી , જાગૃતતા અને લાભો અપાવવા ખાસ કામગીરી હાથ ધરવામાં આવેલ છે ત્યારે NASVI દ્વારા ગુજરાત માં ઉપરોક્ત યોજના માટે સેવાકીય કામગીરી સાથે સંકળાયેલા અને અનુભવી મહિલા આગેવાન કાર્યકરો ને તા ૩ થી ૫ નવેમ્બર હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું..આ કાર્યક્રમ માં સંસ્થાના મહિલા કો ઓર્ડીનેટર શ્રીમતી આરતીબેન મેહુલભાઈ રત્નાણી કો ઓર્ડીનેટર શ્રીમતી અસ્મિતાબેન ગોસ્વામી સહિત કાર્યકર સોનલબેન બારોટ દ્વારા ઉપરોક્ત કાર્યક્રમ માં હાજરી આપ સન્માન પ્રમાણપત્ર મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું.

ઉલેખનીય છે કે આ કાર્યક્રમનું ઉદઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું અને મહામહિમ રાષ્ટ્રપતિજી એ પણ ખાસ મુલાકાત લીધી હતી ઉપરાંત ૮૦ થી વધુ દેશો ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.દેશ ના અનેક પ્રખ્યાત સેફ ખાસ ઉપસ્થિત રહીને સહભાગીઓ નો ઉત્સાહ વધાર્યો હતો. દેશ ના જુદા જુદા રાજ્યો માંથી અવનવી પરંપરાગત વિખ્યાત વાનગીઓ મુલાકાતીઓ સમક્ષ હાજર રાખવામાં આવી હતી.અને વિશ્વ માં આ અંગે જાગૃતતા અને ઓળખ ઊભી થાય એ કાર્યક્રમ નો મુખ્ય હેતુ હતો .સંસ્થા વતી.સંસ્થા પ્રમુખ પરેશભાઈ ત્રિવેદી દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત ત્રણેય સહભાગીઓ ને હાર્દિક અભિનંદન સહ ભાવિ તેજોમય સામાજિક સેવાકીય કારકિર્દી અંગે શુભકામનાઓ પાઠવી હતી..








