MORBI:મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના લાતી પ્લોટ શેરી નં ૮ માં વર્લી ફીચર્સના આંકડાનો નાસી આધારિત જાહેરમાં જુગાર રમતા શબીરભાઈ જુસબભાઇ ચૌહાણ રહે લાતી પ્લોટ શેરી નં ૮ મોરબીને રોકડા રૂ.૨,૫૦૦ તથા એક મોબાઇલ, વર્લી ફીચર્સ જુગાર રમવાના સાહિત્યના કુલ રૂ.૧૨,૫૦૦/-ના મુદામાલ સાથે ઝડપી લઇ મોરબી એ ડિવિઝન પોલીસમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા બે ઝડપાયા:વચેટ કપાત એજન્ટનું નામ ખુલ્યું

મળતી માહિતી અનુસાર મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ શિવ સોસાયટીમાં વર્લી ફિચર્સના આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા સીદીકભાઈ મુસાભાઇ ભટ્ટી ઉવ.૩૫ રહે શિવ સોસાયટી કાલિકા પ્લોટ તથા જલીલભાઈ રહીમભાઈ મોવર ઉવ.૨૨ રહે. શિવ સોસાયટી કાલિકા પ્લોટ મૂળરહે.વાંકાનેર મચ્છીપીત મીલ પ્લોટને રોકડા રૂ.૧૩૦૦/- તેમજ વર્લી ફિચર્સના આંકડાના જુગાર રમવાના સાહિત્ય સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, જયારે બંને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં વર્લીના આકડાનું કપાત કમિશન જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી રહે.જોન્સનગર મોરબી પાસે કરાવતા હોવાની માહિતી આપતા મોરબી એ ડિવિઝન પૌલુસે ત્રણેય આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.








