
મોરબી નાગરિકોના ખોવાઈલ મોબાઈલ પરત કરાવતી મોરબી પોલીસ
મોરબી શહેરમાંથી ૧૭ જેટલા નાગરિકોના મોબાઈલ ખોવાયેલ હોય જેની તપાસ કરતા બી ડીવીઝન પોલીસે ૨.૮૯ લાખની કિમતના ૧૭ મોબાઈલ ફોન શોધી કાઢી નાગરિકોને પરત સોપ્યા હતા

મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફ ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવા કાર્યરત હોય જેમાં ટેકનીકલ વર્ક આઉટ કરી ૨,૮૯,૦૦૦ ની કિમતના વિવિધ કંપનીના ખોવાયેલા ૧૭ મોબાઈલ ફોન શોધી કાઢી એક સાથે પરત અપાવી પોલીસ પ્રજાની મિત્ર છે સુત્રને સાર્થક કર્યું છે
[wptube id="1252022"]








