GUJARATMORBI

MORBI:મોરબી બોર્ડિંગમાંથી મોબાઇલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબીમાં બોર્ડિંગમાંથી મોબાઇલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મૂળ વડોદરાનો રહેવાસી યુવાન જે હાલમાં મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રહે છે તે યુવાન અને અન્ય લોકોના કુલ મળીને પાંચ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ૩૮,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીને પકડીને તેની પાસેથી ચાર મોબાઈલ ફોન કબજે કરેલ છે

 

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વડોદરાનો રહેવાસી અને હાલમાં મોરબીમાં વીસી ફાટક પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રહેતો મીત હરેશભાઈ વેકરીયા જાતે પટેલ (૨૧) નામના યુવાને મોબાઇલ ચોરીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, પટેલ બોર્ડિંગમાંથી તેનો અને અન્ય યુવાનોના કુલ મળીને પાંચ મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૩૮,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં મયુરભાઇ મોતીભાઇ સુસરા જાતે ભરવાડ (૨૩) રહે. વીસીપરા ખાદી ભંડાર સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલા પાંચ પૈકીનાં ૨૯,૦૦૦ ની કિંમતના ચાર મોબાઈલ ફોન કબજે કરેલ છે

[wptube id="1252022"]
Back to top button