MORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લા પેન્શનર સભાસદોના સન્માન માટેના ફોર્મ ૧૫ ડિસેમ્બર સુધીમાં ભરવા

મોરબી જિલ્લા પેન્શનર સભાસદોના સન્માન માટેના ફોર્મ ૧૫ ડિસેમ્બર સુધીમાં ભરવા

 

મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભાસદો માટેની દર વર્ષે લેવાતી સામાન્ય સભા તા.૩૧/૧૨/૨૦૨૩ નાં રોજ રાખવામાં આવી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ મોરબી જિલ્લા પેન્શનર સમાજ, મોરબીનાં આજીવન સભાસદોનાં ૭૦ વર્ષ પુરા કર્યા હોય અને અગાઉ સન્માન થયું ન હોય તેવા સભાસદોનું સન્માન કરવામાં આવશે.

સન્માન માટેના ફોર્મ તા.૧૫/૧૧/૨૦૨૩ થી તા.૧૫/૧૨/૨૦૨૩ સુધીમાં સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન મોરબી જિલ્લા પેન્શનર સમાજ, તાલુકા સેવા સદન રૂમ નં.૧-૨, લાલબાગ, મોરબી ખાતેથી મેળવી લેવાનું રહેશે.

ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા પેન્શનબુક (પી.પી.ઓ.)ની નકલ તેમજ સામાન્ય સભાની નિયમ મુજબની રજિસ્ટ્રેશન ફી જમા કરાવવાની રહેશે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૫/૧૨/૨૦૨૩ છે. ત્યારબાદ આવેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તેમ મોરબી જિલ્લા પેન્શનર સમાજ પ્રમુખશ્રી જે.એસ. ડાંગરની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button