
મોરબી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીમાં શીવમ હોસ્પિટલ થી જુના ઘુંટુ જવાના રોડ પર બેઠાપુલ હનુમાન ડેરી પાસે આવેલ દુકાને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો સંજયભાઈ જગજીવનભાઈ કૈલા (ઉ.વ.૩૫) રહે. હરીઓમ પાર્ક મકાન નં.એફ.૧૪ ઘુંટુરોડ તા.જી.મોરબી મુળ રહે.વાઘગઢ તા.ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર, જીગ્નેશભાઇ જેરાજભાઇ મારવાણીયા ઉવ.૩૦ રહે. રાજપર ગામ તળાવવાળી પેલી શેરી તા.જી.મોરબી, ગીરીશભાઇ નાનજીભાઇ ભોરણીયા ઉવ.૩૫ રહે. હરીઓમ પાર્ક મેઇન શેરી સી-૧૪ ઘુંટુરોડ તા.જી.મોરબી મુળ રહે.નવા દેવળીયા તા.હળવદ જી.મોરબી, ચંદુભાઇ વલ્લભભાઇ મણવર ઉવ.૫૩ રહે. આનંદનગર ત્રાજપર પ્રા.શાળા સામે મોરબી-૨ (પરસોતમભાઇ પટેલના મકાનમાં ભાડેથી) મુળ રહે.ઇન્દ્રાણા ઘેડ તા.માણાવદર જી.જુનાગઢવાળાને રોકડ રકમ રૂ.૨૨,૬૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








