વાત્સલ્યમૂર્તિની રાહબર બનતી 181JMR

” પરિવાર થી વિખૂટી પડી ગયેલ 78 વર્ષ ના વૃદ્ધા નું પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવતી 181 અભિયાન ટીમ”
*********
જામનગર ( નયના દવે)
જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં ,જાગુત નાગરીકે ૧૮૧ મહીલા હેલ્પલાઇન માં ફાેન કરી મદદ માગેલ અને જણાવ્યુ કે એક મહિલા સવારના પ્રેટોલ પંપ પાસે બેઠા છે ગભરાયેલી હાલતમાં જોવા મળે છે જાગૃત નાગરિક દ્વારા પૂછતા કોઈ જવાબ આપેલ નહીં કશું નામ સરનામું જણાવેલ નહીં તેથી મદદની જરૂર છે
તુરંત જામનગર અભયમ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા જાલા પાયલોટ સુરજીત સિંહ વાઘેલા સ્થળ પર પહાેચી પીડિતાને આશ્વાશન આપવામા આવેલ અને તેમનનો વિશ્વાસ જીતી કુશળ કાઉન્સેલિંગ કરી પીડિતાનું નામ સરનામું જાણવાની કોશિશ કરેલ પીડિતાની માનસિક સ્થિતિ ઠીક ના હોય આથી કશું યાદ ન હોય તેથી તેમને ખાલી તેવો વાવડી ગામ ના છે મંદિરે દર્શન કરવા આવેલ હતા ને હમણાં દીકરો ,પતિ લેવા આવા ના છે તેથી તેમની રાહ જોવે છે એમ પીડિતાએ જણાવેલ વધી માહિતી ના મળતા પીડિતા નો ફોટો પાડી સોશિયલ મીડિયા ની મદદ થી તપાસ કરતાં પીડિતાના કોઇ દૂરના સબંધી ઓળખી ગયેલ તેથી ફોન આવેલ ને તેમને જણાવેલ. કે તેવો પીડિતા ને ઓળખે છે તે નાની વાવડી ગામના દીકરી છે ને તેમના લગ્નન જામનગર થયેલ છે પીડિતાના દીકરી નો ફોન નંબર તેમની પાસે થી મેળવી દીકરી સાથે વાત કરતા જાણવા મળેલ કે સવાર ના પીડિતા ઘરેથી નીકળી ગયેલ છે માનસિક સ્થિતિ ઠીક ના હોવાથી કશું યાદ રહેતું ન હોય તેથી હજુ ઘરે આવેલ નહિ તેથી તેવો પણ ચિંતા કરે છે આજુ બાજુમાં તપાસ પણ કરેલ પણ કોઈ માહિતી મળેલ નહિ તેમ પીડિતા ના દીકરી દ્વારા જણાવેલ પુરી વાત જાણી કાઉન્સેલિંગ કરીને પીડિતા ને તેમની દીકરી ના પરિવાર ને સોંપેલ
બીજી વાર આવો બનાવ ના બને તેનું ધ્યાન રાખવા તેમજ એકલા ઘરેથી બહાર ના જવા દેવા જણાવેલ ને પીડિતાને પણ હવે પછી એકલા ઘરેથી બહાર ના જવા સમજાવેલ આમ 78 વર્ષ ના વૃદ્ધા નું પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ તે બદલ પીડિતા નાં પરિવારદ્વારા 181ટીમ નો ખુબ આભાર વ્યકત કરેલ
@____________
BGBhogayata
gov.accre.Journalist
jmr
8758659878









