
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા મામલતદાર કચેરી દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.આર.એન. વારોતરિયા અને આર. ડી કોઠીયા કોલેજ ખાતે કેમ્પસ એમ્બેસેડર તથા યુવા મતદારો માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગે, તેમજ ફોર્મ નં. ૬, ફોર્મ નં.૭ અને ફોર્મ નં. ૮ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી ખંભાળિયા તેમજ મામલતદારશ્રી, ખંભાળિયા ઉપસ્થીત રહ્યા હતા.

[wptube id="1252022"]








