GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ગ્રામ્ય વિસ્તારમાં યુવતીની છેડતી કરતા પોલીસ ફરીયાદ નોંધાવી

મોરબી ગ્રામ્ય વિસ્તારમાં યુવતીની છેડતી કરતા પોલીસ ફરીયાદ નોંધાવી

મોરબી: મોરબી ગ્રામ્ય વિસ્તારમાં એક શખ્સે યુવતીનું બાવડું પકડી બદકામ ઈરાદાથી છેડતી કરી બીભત્સ માંગણી કરી ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.


મળતી માહિતી મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ આરોપી લાખાભાઇ મેરામભાઈ બાળા રહે. ફડસર તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૫-૧૦-૨૦૨૩ ના રોજ સવારના સાડા નવેક વાગ્યા વખતે ફરીયાદી પોતાના ખેતરેથી એકલા પરત આવતા હતા ત્યારે ફડસર ગામના સ્મશાન પાસે આ કામના આરોપીએ તેની એકલતાનો લાભ લઇ તેનુ બાવડુ પકડી તેની પાસે બિભત્સ માંગણી કરી ગાળો આપી ફડાકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે બદકામ કરવાના ઇરાદાથી છેડતી કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી આઇપીસી કલમ -૩૫૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button