GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બેલા રંગપર ગામે યુવકને ચાર શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

મોરબીના બેલા રંગપર ગામે યુવકને ચાર શખ્સોએ માર માર્યો જાનથી મારી નાંખવાની ધમકી આપી

મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે કલરની ગન શેરીમાં સાફ કરેલ હોય તે બાબતનો ખાર રાખી આરોપીના ગામના ચાર શખ્સો‌ આવી યુવકને જેમ ફાવે તેમ ગાળો આપી ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

 


મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા વસીમ ઓસમાણભાઈ નારેજા (ઉ.વ.૨૪) એ આરોપી મોમજી જેશાભાઈ રબારી, નવઘણભાઈ ઉર્ફે ગોનો રબારી, વિવેકભાઈ રણછોડભાઈ રબારી, તથા મેરૂભાઈ કાનાભાઇ ટમારીયા રહે. બધાં બેલ (રંગપર) ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૧૧-૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં ફરીયાદીના પત્ની રસીદા તથા ફરીયાદીની બાજુમાં રહેતા રતીબેન કાનાભાઇ ટમારીયા બંન્ને વચ્ચે ફરીયાદી એ કલરની ગન શેરીમાં સાફ કરેલ તે બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખી ફરીયાદીના ગામના મોમજી જેશાભાઇ રબારી તથા નવઘણભાઇ ઉર્ફે ગોનો રબારી તથા વિવેકભાઇ રણછોડભાઇ રબારી તથા મેરૂભાઇ કાનાભાઇ ટમારીયા એમ બધા ઉપરોકત તારીખ અને સમયે ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીને ફોન કરી ઘરની બહાર બોલાવી જેમ ફાવે તેમ ગાળો આપી વિવેક તથા મેરૂએ ફરીયાદીને ઢીંકા પાટુનો મારમારી ફરીયાદીને જમીન પર પાડી દઇ મોમજી તથા ગોનાએ ધોકા વડે ફરીયાદીને વાંસાના ભાગે માર મારી મુંઢ ઇજા કરીને મોમજીભાઇ એ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વસીમે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button