
મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપી દિનેશ દવેના રેગ્યુલર જામીન મંજૂર
મોરબીમાં ગત ૩૦/૧૦/૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીનાં પાંચ આરોપીઓ અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મંજૂર થયેલ છે
જો કે, શુક્રવારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ તેમજ મેનેજર દિનેશભાઇ દવે તેમજ દીપકભાઈ પારેખના રેગ્યુલર જામીન માટે અરજીની સુનાવણી હતી ત્યારે હાઇકોર્ટમાં દિનેશભાઇ દવેના વકીલે જણાવ્યુ હતું કે, પુલ તૂટ્યાના બીજા જ દિવસે તા ૩૧/૧૦/૨૦૨૨ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે જેલમાં જ છે અને પોલીસે ચાર્જશીટ મૂકી દીધેલ છે અને તપાસ પૂર્ણ થઈ ગયેલ છે તેમજ લોકલ ઓથોરીટીની સાથે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ મિટિંગ કરતાં હતા અને તે ટેકનિકલ પર્સન નથી તે બીકોમ પાસ છે તે પુલના રિનોવેશન કામમાં સુપરવિઝન કરતાં હતા જો કે, તેની કોઈ સ્પેસિફિક જવાબદારી ન હતી તેવી પણ નોંધ હાઈકોર્ટે કરેલ છે હાલમાં આરોપીના વકીલે કોર્ટમાં કરેલ દલીલને ધ્યાને લઈને હાઇકોર્ટે આરોપી દિનેશભાઇ દવેના શરતી જામીન મંજૂર કરેલ છે જેમાં તેને મોરબીની કોર્ટમાં ચાલતી ટ્રાયલ સિવાય મોરબી અને રાજકોટ જીલ્લામાં આવવાનું નહીં તે રીતે તેના શરતી જમીન મંજૂર કરેલ છે








