TANKARA:ટંકારા ના સ્વ.મહેશભાઈ કનૈયાલાલ ત્રિવેદીનું દુઃખદ અવસાન / બેસણું

ટંકારા ના સ્વ મહેશભાઈ કનૈયાલાલ ત્રિવેદીનું દુઃખદ અવસાન / બેસણું

ટંકારા: બ્રહ્મસમાજ ટંકારાના સરળ સ્વભાવના સભ્ય મહેશભાઈ કનૈયાલાલ ત્રિવેદી (ગ્રામ પંચાયત કર્મચારી) ઉ.વ.૫૭ તે ભાવનાબેનના પતિ તથા સુધીરભાઈ, શૈલેષભાઈ, ધનલક્ષ્મીબેન ઠાકર, હીરાબેન રાવલ ના ભાઈ તેમજ ઋષિકેશભાઈ, સચીનના પિતા અને
બ્રહ્મસમાજ ટંકારાના સેક્રેટરી જવાહરલાલ ઠાકર અને જયેશકુમાર રાવલ ના સાળા તથા તુલજાશંકર રાવલ ના જમાઈ અને હરેશભાઈ રાવલના બનેવી નુ તા. ૨ નવેમ્બર ગુરૂવારે અવસાન થયેલ છે. બ્રહ્મસમાજ ટંકારાના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી એ મહેશભાઈ ના ઓચિંતા જવાથી દુઃખ ની લાગણી વ્યક્ત કરી સદગત ના પરીવારને ભગવાન ભોળાનાથ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલી અર્પણ
સદગત નું ઉઠમણુ/ બેસણુ તા. ૪ ને શનિવારે સાંજે ૪ થી ૫ દરમિયાન કુબેરનાથ મહાદેવ મંદિર, જુના બસસ્ટેન્ડ પાસે, ટંંકારા ખાતે રાખેલ છે.








