આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લામાં દિવ્યાંગ કલ્યાણ પારિતોષિત માટેની અરજીઓ મંગાવામાં આવી
મહીસાગર જિલ્લાના શારીરિક ક્ષતિ ધરાવતા અંધ, બહેરા-મૂંગા, અપંગ તેમજ રક્તપિત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીઓ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા દિવ્યાગોને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસરોને વર્ષ ૨૦૨૩ માં રાષ્ટ્રીય તેમજ ગુજરાત રાજ્ય ના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તરફથી આપવામાં આવનાર માં દિવ્યાંગ પારિતોષિત માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજીનો નમૂનો ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી તથા જિલ્લા રોજગાર કચેરી મહીસાગર,સેવાસદન-૨, બીજો માળ. રૂમ ન.૨૨૨/૨૨૩ ખાતેથી વિના મૂલ્યે તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં મળી શકશે. અરજી સ્વીકારવાની છેલ્લી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમ્યાન અરજી સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે કચેરીના હેલ્પલાઈન નંબર- (૦૨૬૭૪) ૨૫૦૩૦૬ પર સંપર્ક કરવો.








