MORBI:હિમોફીલિયા ના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન ઉપલબ્ધ કરવા રજૂઆત

હિમોફીલિયા ના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન ઉપલબ્ધ કરવા રજૂઆત
મોરબીની સિવિલ હોસ્પિટલ હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે ત્યારે હિમોફીલિયા ના દર્દીઓને ઇન્જેક્શન નવ ઉપલબ્ધ થતા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ બાબુભાઈ પરમાર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત હિમોફિલિયાના દર્દીઓ માટે ગુજરાતની સરકારી હોસ્પીટલમાં ફેકટર (ઇન્જેકશન) તદ્દન ફ્રીમાં શરૂ કરાવેલ ત્યારથી હાલ સુધી તે વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ થયેલ પરંતુ હમણા છેલ્લા દોઢેક માસથી ગ્રાન્ટ હોવા છતાં અધિકારીઓની અણઘટ વહીવટી સુજના કારણે ફેકટર (ઇન્જેકશન) ઉપલબ્ધ થતાં નથી.
આ ઇન્જેકશન દર્દીઓ માટે જીવનરક્ષક છે. કારણકે હિમોફિલિયાના દર્દીઓ માટે પહેલી અને છેલ્લી સારવાર જ આ ઇન્જેકશન હોઇ છે. ગુજરાતના તમામ દર્દી ઓના હિતમાં ઉપરોક્ત બાબતે વહેલી તકે યોગ્ય પગલા લેવા નમ્ર વિનંતી કરવામાં આવી..








