GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેતપર (મચ્છુ) ગામે રોટાવેટરમાં બન્ને પગ કપાઈ જતા આધેડનું મોત

MORBI:મોરબીના જેતપર (મચ્છુ) ગામે રોટાવેટરમાં બન્ને પગ કપાઈ જતા આધેડનું મોત


મોરબીના જેતપર મચ્છુ ગામે રહેતા ૫૮ વર્ષીય રામજીભાઇ ત્રિભોવનભાઇ અધારા જેતપર (મચ્છુ) ગામની રાપરીયુ સીમમાં ડાયાભાઇ ત્રિભુવનભાઇ અધારાના ખેતરમા ટ્રેકટરથી રોટાવેટર ચલાવતા હતા. એ દરમિયાન રોટાવેટરમા અવાજ આવતા રામજીભાઇએ ચેક કરવા સારુ રોટાવેટર ઉપર ઉભા હતા ત્યારે અક્સમાતે પગ રામજીભાઈનો પગ લપસતા તેમના બન્ને પગ રોટાવેટરમા આવી ગયા હતા. જેને પગલે રામજીભાઇનો જમણો પગ ઢીંચણના ઉપરના ભાગેથી તથા ડાબો પગ ઢીચણ નીચે કાંડાના ભાગેથી કપાય જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું મૃત્યુ નીપજ્યું હતુ.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે

[wptube id="1252022"]
Back to top button