
રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર લોકેશન મંગાવતા હોવા છતા મોંન કેમ ?
૩૧ ઓક્ટોબર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકાના આઇ. સી.ડી.એસ. ઘટક ૨ ના સન્માનિત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા સરકારી નિયમ અનુસાર ક્યારેય કચેરી હાજર રહેતા નથી સવારે મોડા આવે છે અને સાંજે વહેલા ફરજ પર થી ગોંડલ થી રાજકોટ ચાલ્યા જાય છે.
ફરજ ના સરકારી સમય સમય મુજબ સવારે ૧૦:૩૦ થી ૬:૧૦ સુધી કચેરી ખાતે હજાર રહેવાનું હોય છે પણ ગોંડલ ૨ બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા નિયમો ની ઐસી કી તૈસી કરીને દરરોજ નિયમો ઉલ્લંઘન કરી પોતાના સમયે ફરજ બજાવે છે.
હાલ રાજકોટ જિલ્લા મા કુપોષણ નિવારણ માટે મિશન ચાલતું હોવા છતા ગોંડલ ૨ બાળ વિકાસ યોજના અધિકારી ને નિયમો લાગુ પડતા નથી ?
હમણાં થોડાક સમય પહેલા અનીડા ગામે આંગણવાડી ઓ મા આવતા નિઃશુલ્ક પેકેટો ગેરરીતિ બાબતે તંત્ર દ્વારા ગોંડલ ૨ બાળ વિકાસ યોજના અધિકારી નુ સન્માન કરવામાં આવ્યું હતું સન્માનપત્ર મેળવેલ બાળ વિકાસ યોજના અધિકારી ને સરકારી સમય નો નિયમ લાગુ નહીં પડતો હોય ?
રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તમામ બાળ વિકાસ યોજના અધિકારી ના લાઈવ લોકેશન મંગાવી ને મોનીટરીંગ કરતા હોવા છતા ગોંડલ ૨ બાળ વિકાસ યોજના અધિકારી નું લોકેશન પ્રોગ્રામ ઓફિસર ને નહીં દેખાતું હોય.
રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જો બોપર ૪:૩૦ પછી સરપ્રાઇઝ વિઝિટ કરે તો બીજી ઘણી બધી વિગતો બહાર આવે તો નવાઈ નહીં.








