MORBI: એટ્રોસિટી તથા જાનથી મારી નાખવાના કેસમાં આરોપી વિનોદ મોહનભાઈ દેત્રોજાને મોરબી એટાસીટી સ્પે. કોર્ટ દ્રારા છોડી મુકવામાં આવ્યા..

એટ્રોસિટી તથા જાનથી મારી નાખવાના કેસમાં આરોપી વિનોદ મોહનભાઈ દેત્રોજાને મોરબી એટાસીટી સ્પે. કોર્ટ દ્રારા છોડી મુકવામાં આવ્યા..
તા. ૦૧–૦૬-૧૫ ના અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં આ કામમાં ફરીયાદી તથા આરોપીઓની વચ્ચે મોરબી ડેપ્યુટી કલેકટર સાહેબની ઓફીસમાં વાકડા ગામની જમીન મેટર (વાધા તકરાર) ચાલતી હોય જેમા ફરીયાદી તથા સાહેદ તેના પતિની મુદત હોય મુદતે જતા આરોપીઓએ મળી ફરીયાદી તથા તેના પતિને ગાળો આપી જમીનનો કબજો ખાલી કરી દેજો નહીતર જાનથી મારી નાખીશ તેવી ગુનાહીત ધમકી આપી આરોપીઓએ ફરીયાદી તથા તેના પતિને જમીનનો કબજો ખાલી કરી દેજો તેમ કહી જાહેરમાં ફરીયાદીને તેમની જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી, સદરહુ ગુનાહીત કૃત્ય કરવામાં આરોપીઓએ એકબીજાને મદદગારી કરતા તે મતલબની ફરીયાદએ પોલીસમાં ફરીયાદ આપતા, મોરબી સીટી ‘બી’ ડીવીજન પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ-૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧), ૧૦મુજબનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી વીનોદ મોહનભાઈ દેત્રોજા વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી શ્રી જીતેન અગેચાણીયા રોકાયેલ.

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા તપાસ કરનાર અધીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદ મુજબની હકીકત જણાવેલ નથી. અને ફરીયાદી પક્ષેના સાહેદોએ ફરીયાદીને સમર્થન કારી જુબાની આપેલ નથી. અને આ કામના ભોગબનનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી જીતેન અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ. આરોપી તરફે યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, એમ. આર. ગોલતર, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા રોકાયેલ હતા.








