
પરશુરામધામ મોરબી ખાતે એક દિવસ આધ્યાત્મ વિકાસ શિબિરનું આયોજન

ઇન્ટરનેશનલ એસોસીએશન ફોર સાયન્ટીફીક સ્પીરેચ્યુંલીજમ મેરઠ સ્વ. સરોજબેન ભુપતભાઈ પંડ્યાના સ્મરણાર્થે તેમજ સ્વ. ભાનુમતીબેન કે ભટ્ટ તથા શ્રી પરશુરામ ધામ seva ટ્રસ્ટ મોરબી ટ્રસ્ટી તેમજ સમસ્ત બ્રહ્મસમાજના અગ્રેસરો, યુવાનો અને મહિલા કાર્યકરોના સંયુક્ત પ્રયાસથી શ્રી રામચરિત માસના સિધ્ધાંત આધારિત માનસ યોગ સાધના એક દિવસ આરોગ્ય અને આધ્યાત્મ વિકાસ શિબિરનું આયોજન કરાયું છે જે શિબિર તા. ૦૫-૧૧ ને રવિવારે સવારે ૦૯ : ૩૦ થી બપોરે ૩ કલાક સુધી પરશુરામ ધામ, નવલખી રોડ મોરબી ખાતે યોજાશે નોંધનીય છે કે શિબિરમાં તાલીમ મેળવવા અર્થે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ માટે રજીસ્ટ્રેશન ફી રૂપિયા ૧૦૦ રાખવામાં આવી છે. અને રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર : ૯૫૧૨૫ ૯૫૧૨૯ પર સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક તાલીમાર્થીઓએ તા.૦૩-૧૧-૨૦૨૩ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે








