GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ભારતી વિધાલય શાળામાં ઝુલતાપુલ દુર્ઘટનામાં અવસાન પામેલ આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અપાઈ

MORBI:ભારતી વિધાલય શાળામાં ઝુલતાપુલ દુર્ઘટનામાં અવસાન પામેલ આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અપાઈ

ભારતી વિધાલય શાળામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ઉજવાઈ વિદ્યાર્થીના વિચારોની ડિબેટ કોમ્પિટિશન અને ઝુલતાપુલ દુર્ઘટનામાં અવસાન પામેલ આત્માને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ધોરણ : ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના મનના મૌલીક વિચારો મુક્તપણે નીડરતા થી બોલી શકે તે માટે અલગ અલગ ૧૯ જેટલા રાઉન્ડમાં ડિબેટ કોમ્પિટિશન યોજાઈ. આ સ્પર્ધા શરુ કરતા પહેલા સરદાર પટેલના શોર્યની ચર્ચા કરાઈ અને શાળા સંચાલક શ્રી કૌશલભાઈ મહેતા એ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા દિવસ ની શપથ લેવડાવી તેમજ આજની મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અપાઈ અને બે મિનિટનું મૌન રખાયું ત્યારબાદ સ્પર્ધાની શરૂઆત કરાઈ.

આ સ્પર્ધાના અલગ અલગ રાઉન્ડમાં દેશની સમસ્યા,દુનિયાની અજાયબી, મોરબી શહેરના ઐતિહાસિક સ્થળો, જો હું મુખ્યમંત્રી હોવ તો..?, વૃદ્ધાશ્રમમાં રહેલ માતા પિતાની વેદના, દીકરી બે ઘરનો દીવો, ટેક્નોલોજીના લાભાલાભ, ગામડું અને શહેરનું જીવન જેવા અલગ અલગ વિવિધતા વાળા મુદ્દા રહેલ.

આ ડિબેટ સ્પર્ધામાં પ્રથમ નંબર અંબાણી સ્નેહા ધીરેનભાઈ નો આવેલ અને બીજો નંબર જાદવ દક્ષ હેમંતભાઈ નો આવેલ… શાળાના સંચાલક શ્રી કૌશલભાઈ મહેતાએ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થી અને વિજેતા વિદ્યાર્થીને અભિનંદન આપેલ.

[wptube id="1252022"]
Back to top button